• Register
  • Login
logo
    Categories
    Categories
    • ASTROLOGERS
    • BAGI AND HORSE
    • BAGS & LUGGAGE
    • BAND
    • BANNER PRINTERS
    • BANQUET HALLS
    • BEAUTY PARLOUR FOR GENTS
    • BEAUTY PARLOUR FOR LADIES
    • CAKE SHOPS
    • CARTOON CHARACTER
    More Categories
    • logo
    • Home
    • Download
    • Design Your Event
    • Membership
    • About Us
    • Contact Us
    Slider Image

    Timeless Moments, Beautifully Planned...

    Your Partner in Making Events More Memorable…

    Slider Image

    Where Every Service Is At Your Reach...

    A Curated Network of Trusted Service Providers…

    Slider Image

    Your Dream Event, Perfectly Designed

    Expert Tips and Techniques To Keep Your Event Stress-Free and Enjoyable…

    Slider Image

    Celebrate Traditions with Elegance

    Smart Tools For Guest Lists, Budget, Schedules and Overall Planning…

    Slider Image

    We Plan, You Celebrate

    From intimate gatherings to grand weddings — execution and unforgettable memories.

    Categories

    Advertisement
    Advertisement
    Advertisement
    NOT TO BE MISSED
    • લગ્ન-નોંધણી
    • Sutak ane teni samaj
    • Tahevar sha mate
    Prasang Planner
    NOT TO BE MISSED
      Mangaldosh Nivaran Lagan Pehla ni Tyario મહેમાનોની યાદી સાદા અને સસ્તા લગ્ન કેવા હોય ? “ચોઘડિયાંનું ગણિત અને લૉજિક” ષોડશ સંસ્કાર (૧૬ સંસ્કાર)

    Articles

    Mahemano ni Yadi
    Mahemano ni Yadi

    મહેમાનોની યાદી મહેમાનોની વ્યવસ્થિત અને પરફેક્ટ યાદી એ કોઈપણ પ્રસંગની સફળતાની અનિવાર્ય જરૂરિયાત છે. આ...

    Mahemano ni Yadi

    મહેમાનોની યાદી મહેમાનોની વ્યવસ્થિત અને પરફેક્ટ યાદી એ કોઈપણ પ્રસંગની સફળતાની અનિવાર્ય જરૂરિયાત છે. આ માટે દરેક સ્વજનોના પોસ્ટલ એડ્રેસ, મોબાઈલ નંબરો તથા ઈ-મેઈલ આઈ.ડી. વિ. વિગતો એકત્રિત કરવી જરૂરી છે.આ માટે પ્રસંગ પહેલા ઘણા સમયથી જ તૈયારી કરવી જરૂરી છે. આ બધી વિગતો ફોન-કૉલથી કે વોટ્સએપ દ્વારા એકત્રિક કરી શકાય. સૂક્ષ્મ વિગતો મેળવવા માટે હવે લોકો ગુગલ ફોર્મ્સનો ઉપયોગ પણ કરી રહ્યાં છે.સ્વજનોની આ વિગતો ગ્રૂપવાઈઝ એકત્રિત કરવાથી કોઈ સગાં-સંબંધી રહી જતા નથી તે પણ સુનિશ્ચિત થશે. વધુમાં, ગ્રૂપવાઈઝ સંખ્યા અલગ અલગ મળી રહેવાથી ઉતારા, રીટર્ન ફૂડ(ભાતુ). રીટર્ન ગીફ્ટ વિ. જેવી બાબતોને હેન્ડલ કરવામાં પણ ઘણી સરળતા રહેશે. ગ્રૂપ કે કેટેગરી નીચે મુજબ સામાન્ય રીતે હોઈ શકે. 1. વર કે વધુના પપ્પાના સગાં ભાઈઓ-બહેનો (તેમના પુત્ર-પુત્રીઓની વિગતો)2. પપ્પાના કાકા-દાદા-ફૈબા વિ. કુટુંબીજનો (તેમના પુત્ર-પુત્રીઓની વિગતો)3. પપ્પાના મામા-માસી વિ. મોસાળના કુટુંબીજનો (તેમના પુત્ર-પુત્રીઓની વિગતો)4. પપ્પાના મિત્રો (મહોલ્લો, શાળા, કૉલેજ, અન્ય)5. વર કે વધુના મમ્મીના સગાં ભાઈઓ-બહેનો6. મમ્મીના કાકા-દાદા-ફૈબા વિ. કુટુંબીજનો (તેમના પુત્ર-પુત્રીઓની વિગતો)7. મમ્મીના મામા-માસી વિ. મોસાળના કુટુંબીજનો8. મમ્મીના સંબંધીઓ (મહોલ્લો, શાળા, કૉલેજ, અન્ય)9. પડોશીઓ (હાલના, જૂના, બહુ જૂના)10. વ્યાવસાયિક સંબંધો11. ધાર્મિક ગ્રૂપ12. જ્ઞાતિનું ગ્રૂપ13. કોઈ સંસ્થા સાથે જોડાયેલા હોય તો તેવા 2-3 ગ્રૂપ.14. અન્ય.GUESTS' LIST2. Father's uncles, grandparents, and great-grandparents (details of their sons and daughters)9. Neighbors (current, old, very old)12. Caste groups(Important Note : An Exclusive Excel Sheet for this task is available on demand.)

    Read more
    લગ્ન ગીતો ની યાદી
    લગ્ન ગીતો ની યાદી

    લગ્ન ગીતો ની યાદી પ્રસંગ સહિત૧ ગણેશ સ્થાપના માટે ગણેશ દુંદાળા પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળાગ...

    લગ્ન ગીતો ની યાદી

    લગ્ન ગીતો ની યાદી પ્રસંગ સહિત૧ ગણેશ સ્થાપના માટે ગણેશ દુંદાળા પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળાગણેશ દુંદાળા ને મોટી ફાંદાળાગણેશજી વરદાન દેજો રે હો… મારા ગણેશ દુંદાળાગણેશ દુંદાળા ને ફાંદે રૂપાળાતેત્રીસ કરોડ દેવતા સીમડીએ આવ્યાહરખ્યાં છે ગૌરીના મન રે હો મારા ગણેશ દુંદાળાહરખ્યાં છે માવડીના મન રે હો મારા ગણેશ દુંદાળાઊઠો ગણેશ ને ઊઠો પરમેશતમે આવ્યે મારે રંગ રહેશે રે મારા ગણેશ દુંદાળાવિવાહ ઘરણી ને જગન જનોઇપરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા૨ કંકોતરી કંકુ છાતી કંકોરતી મોકલો કંકુ છાટી કંકોતરી મોકલીએમાં લખિયું લાડકડીનું નામ રેમાણેકથંભ રોપિયોકેસર છાટી કંકોતરી મોકલીએમાં લખિયું લાડકડાનું નામ રેમાણેકથંભ રોપિયોપહેલી કંકોતરી કાકા ઘેર મોકલીકાકા હોંશે ભત્રિજી પરણાવો રે માણેકથંભ રોપિયોબીજી કંકોતરી મામા ઘેર મોકલીમામા હોંશે મોસાળુ લઈ આવો રેમાણેકથંભ રોપિયોકંકુ છાટી કંકોતરી મોકલીકેસર છાટી કંકોતરી મોકલીકંકુ છાટી કંકોતરી મોકલીમાણેકથંભ રોપણ ૩ મંડપ મુહૂર્ત લાલ વાંસના માંડવડા રોપાવો હે કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવોકોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવોહે ...આજ શુભ દિન આયો મારે આંગણીયેઆજ શુભ દિન આયો મારે આંગણીયેહે કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવોકોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવોકંકુ છાંટીને આજ લખી રે કંકોતરીઅક્ષત ફૂલડેથી ફૈબાએ વધાવીહે ...મેં તો લગન લીધા છે મારા ભત્રીજાનામેં તો લગન લીધા છે મારા ભત્રીજાનાહે કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવોકોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવોવહેલેરા આવજો મોંઘેરા મહેમાનોલગનમાં મળવાનો અવસર છે સૌનોહે ...રૂડી જાનુ જોડાશે વરરાજાનીરૂડી જાનુ જોડાશે વરરાજાનીહે કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવોકોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવોકોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવોકોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો ૪ મંડપ સ્થાપના મોટા માંડવા રોપાવોમોટા માંડવા રોપાવો, ઝીણી છાજલીએ છવરાવો માણારાજમાંડવડે માણેકથંભ રોપાવો માણારાજ....! વીરના દાદાને તેડાવો, વીરની માતાને તેડાવો માણારાજમાણેકથંભ મોતીડે વધાવો માણારાજહોંશો મોભી પરણાવો માણારાજ...! મોટા માંડવા રોપાવો, ઝીણી છાજલીએ છવરાવો માણારાજમાંડવડે માણેકથંભ રોપાવો માણારાજ વીરના વીરાને તેડાવો, વીરની ભાભીને તેડાવો માણારાજહોંશે બાંધવ પરણાવો માણારાજ...!માણેકથંભ મોતીડે વધાવો માણારાજહરખે માંડવડો વધાવો માણારાજ વીરના મામાને તેડાવો, વીરની મામીને તેડાવો માણારાજહોંશે ભાણેજ પરણાવો માણારાજ૫ મોસાળૂ આવી રૂડી મોસાળાની છાબ આવી રૂડી મોસાળાની છાબઆવી રૂડી મોસાળાની છાબમામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલમામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલઆવી રૂડી મોસાળાની છાબઆવી રૂડી મોસાળાની છાબમામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલમામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલ મામા લાવ્યા હિરાના સેટમામા લાવ્યા હિરાના સેટમામીએ આપ્યા રૂડા હૈયાના રે હેતમામીએ આપ્યા રૂડા હૈયાના રે હેતઆવી રૂડી મોસાળાની છાબઆવી રૂડી મોસાળાની છાબમામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલમામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલ માસી લાવ્યા સોનાના હારમાસી લાવ્યા સોનાના હારએમણે ઘડ્યા મોંઘા મુલના રે લોલએમણે ઘડ્યા મોંઘા મુલના રે લોલઆવી રૂડી મોસાળાની છાબઆવી રૂડી મોસાળાની છાબમામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલમામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલ પહેરો પહેરો હોંશે બેની આજપહેરો પહેરો હોંશે બેની આજઅમર રહે ચુડી ચાંદલો રે લોલઅમર રહે ચુડી ચાંદલો રે લોલઆવી રૂડી મોસાળાની છાબઆવી રૂડી મોસાળાની છાબમામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલમામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલમામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલ૬ પીઠી પીઠી પીળી ચોળો રે પિતરાણી પીઠી પીઠી ચોળો રે પીતરાણી રેહાથ પગ ચોળે રે વીરની ભાભી રેમુખડાં નીહાળે રે વીરની માતા રેપીઠી ચડશે રે જીયાવરને રેકાકા તેલ ચોળશે રે મારા વીરનેકાચા તેલ ચડશે રે પેલી છોડીનેપાટેથી ઉતારશે વીરના મામા રેકાજળ આંજશે રે વીરના મામી રેપીઠી પીઠી ચોળો રે પીતરાણી રેપીઠી૭ ખુશીનો માહોલ આંગણિયા સજાવો આજે હે આંગણીયા સજાવો આજ તોરણ બંધાવોહે જી ...ઢોલીડા વગડાવો આજ તોરણ બંધાવોહે જી ...ઢોલીડા વગડાવો આજ તોરણ બંધાવોઆંગણીયા સજાવો આજ તોરણ બંધાવોઘીન ઘીન વાગે ઢોલકાને શરણાઈ મીઠી વાગેચોકે બાંધ્યા ચંદરવાને રૂમઝૂમ ઝાંઝર વાગેઘીન ઘીન વાગે ઢોલકાને શરણાઈ મીઠી વાગેચોકે બાંધ્યા ચંદરવાને રૂમઝૂમ ઝાંઝર વાગેહે જી ...છાંટણીયા છંટાવો આજ તોરણ બંધાવોહે જી ...છાંટણીયા છંટાવો આજ તોરણ બંધાવોઆંગણીયા સજાવો આજ તોરણ બંધાવો મહેકી ઉઠ્યો માંડવડો ને મંગળ ગીત ગવાયએક મેકના મન મળે ને હૈયે સૌવ હરખાયમહેકી ઉઠ્યો માંડવડો ને મંગળ ગીત ગવાયએક મેકના મન મળે ને હૈયે સૌવ હરખાયહે જી ...ફૂલડેથી વધાવો આજ તોરણ બંધાવોહે જી ...ફૂલડેથી વધાવો આજ તોરણ બંધાવોઆંગણીયા સજાવો આજ તોરણ બંધાવો હે જી ...ઢોલીડા વગડાવો આજ તોરણ બંધાવોહે જી ...ઢોલીડા વગડાવો આજ તોરણ બંધાવોહે આંગણીયા સજાવો આજ તોરણ બંધાવોઆંગણીયા સજાવો આજ તોરણ બંધાવોઆંગણીયા સજાવો આજ તોરણ બંધાવો૮ જાન આગમન ગુંજે સેરણાયું ઢોલ ત્રાંબાળૂ વાગે ગુંજે શરણાઈ ઢોલ ત્રાંબાળુ વાગે,ગામની શેરીઓ ગાજે કે આવ્યો રૂડો વરરાજીયો...રૂડો રૂપાળો છેલ રૂડો રૂપાળો,લાડકડો લટકાળો કે આવ્યો રૂડો વરરાજીયો... હે... ઘોડે ચડીને જુઓ આવ્યો છબીલો (૨)કામણકારો કાન કુંવર કોડિલો (૨)જો જો નજર નવ લાગે કે આવ્યો રૂડો વરરાજીયો... હે... મેવાસી મોળિયો મોતી મઢેલો (૨)કંઠે છે હારલો હીરલે જડેલો (૨)પેટે કટાર ઝૂલે આજ કે આવ્યો રૂડો વરરાજીયો... હે... લાખેણી જાન આ તો મોટા જાનૈયા (૨)ઝાંપે જઇને ઝટ કરજો સામૈયા (૨)જો જો ઓછું નવ આવે કે આવ્યો રૂડો વરરાજીયો...૯ જાન આગમનબોલ્યા બોલ્યા નંદન વનના મોર બોલ્યા બોલ્યા નંદન વનના મોર આ બપૈયા એ કીધારે વરના વધામણા રે લોલ, બોલ્યા બોલ્યા... ઝબકી રે લાલમ લાલ પાઘ, આ જાનડીયુએ ઓઢીરે ભાતીગર ચુંદડી રે લોલ, બોલ્યા બોલ્યા... આવી આવી મોટા ઘરની જાન, આ જાનમાં પધાર્યારે મોટા મોટા માનવી રે લોલ, (૨) બોલ્યા બોલ્યા... ૧૦ વર આગમન કેસરીઓ જાન લાવ્યો જાન લાવ્યોકેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે…કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે…જાનમાં તો આવ્યા મુનશી, માંડવે મૂકાવો ખુરશી,કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.જાનમાં તો આવ્યા મોટા, જળ ભરી લાવો લોટા.કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે. જાનણીએ પે’ર્યા અમ્મર, માંડવામાં નથી ઝુમ્મર,કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે. જાનમાં તો આવ્યા પારસી, માંડવે મૂકાવો આરસી,કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે. જાનમાં તો આવ્યા સિધ્ધી, સિધ્ધી દેખી વેવણ બીધી,કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે. જાનમાં તો આવ્યા ગોરા, વેવણ તમે લાવો તોરા,કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.૧૧ ફટાણા 1. લગ્નના ઘેર ન્હાવણ (લગ્ન માટેની વિધિ)આ ગીત સામાન્ય રીતે પેલે ઘરની બહેનો ગાવતા હોય છે જ્યારે કન્યાને સાજવા માટે ન્હાવણ આપવામાં આવે છે.લગ્નના ઘેર ન્હાવણ"કળી ન જોયું કાવરી વ્હેવું,હવે તો ભાગ્ય નાટક ઊઠ્યું,સાસરે હવે ક્યાં જાવું,ઘરનો દરવાજો પડી ગયો!"આ ગીતનું અર્થ:કન્યાની જીંદગીમાં નવા પ્રયાસો અને પરિવર્તનો આવે છે, અને આ ગીતમાં તે પોતાને નવી શ્રેષ્ઠ દિશામાં આગળ વધતા વ્યક્ત કરે છે.2. હરિન કાળી લાતઆ ગીત પેલે ઘરની બહેનો સામાન્ય રીતે ગાય છે જ્યારે લગ્ન વિધિની મીઠી અને મનોરંજક ઉત્સાહ પર થતી હોય છે.હરિન કાળી લાત"હરિન કાળી લાત જઇ રહી છે,શરમ ન રહે છે બાવડી બાવડી,મીઠી મીઠી વાતો કરે,લગ્નમાં ડલસિયો પવે!"આ ગીતનું અર્થ:આ ગીત મનોરંજક છે અને કન્યાની મીઠાઈ અને શરમને દર્શાવે છે, જે લગ્ન માટે નવા અધ્યાયની શરૂઆત કરે છે.3. લગ્નનો ખોળો (કોલુ)આ ગીત ત્યારે ગાવું આવે છે જ્યારે કન્યા અને પુરૂષ જોડાઈ રહ્યા હોય છે, અને લગ્નના પવિત્ર સમારંભમાં મહત્વપૂર્ણ ક્ષણ બની જાય છે.લગ્નનો ખોળો"કોલુ ચલાવું છે વિધિ ને,કન્યાવિદાય છે આજના દિવસે,રમત રમતા ઉઠી રહ્યા છે,હવે એ પ્રેમના પળોમાં!"આ ગીતનું અર્થ:લગ્ન વિધિ અને કન્યાવિદાય પર ટીકાની વાત છે, જેમાં ભાવનાત્મક વાતો અને પ્રેમ માટેના નવા પ્રારંભને માન્યતા આપવામાં આવે છે.4. સાત ફેરાઆ ગીત સાત ફેરા (જ્યારે પતિ-પત્ની સાત ફેરા લેતા હોય છે) સમયે ગાવામાં આવે છે.સાત ફેરા"આજે સાત ફેરા લઉં છું,પ્રેમના એ ઝૂમરો સાંભળો,જીવનનો આ નવો પંથ છે,મારી સાથે થઈ જશે સફર!"આ ગીતનું અર્થ:આ ગીત સંલગ્નતા અને પરિવાર માટે સંકલન અને પ્રેમના જૂથમાં સાત ફેરાઓને ખૂબ મહત્વ આપતા દર્શાવે છે.5. મંગળ મૂર્તિઆ ગીત સવારથી, દેરો સુધી, કન્યાવિદાય અને મંગળ સુત્ર સાથે જોડાયેલ છે.મંગળ મૂર્તિ"મંગળ મૂર્તિ આવી રહી છે,સાચી ઘરમાં સંકલિત થઈ રહી છે,કન્યાએ મંગલ સુત્ર પરિપૂર્ણ કર્યું,નવો દોર ટકી ગયો!"આ ગીતનું અર્થ:આ ગીત મંગળમૂર્તિ, કે જે તમામ શુભકામનાઓ અને શ્રેષ્ઠ અભિપ્રાય છે, આપતી વિધિ પર પ્રગટાવાનું છે.6. બહેનને વિદાય (વિદાય ફટાણું)આ ગીત કન્યાવિદાય સમયે ગાવામાં આવે છે, જ્યારે બહેનો પોતાની બહેનને વિદાય આપે છે.બહેનને વિદાય"બહેનો તમારો વિદાય છે,ઘરનો દોર છૂટ્યો છે,આગળ જવું છે રસ્તા પર,જ્યાં પણ સ્વીકાર ભવિષ્ય છે!"આ ગીતનું અર્થ:આ ગીત પ્રેમ અને આનંદથી મિશ્રિત છે, જ્યાં બહેનો પોતાની બહેનના વિદાય પળ પર આનંદ સાથે સ્વીકાર કરતી છે.7. હું તો હારી ગયો હું તો હારીઆ ગીત ખૂણામાં ઘૂમતી મનોરંજક વાતો ધરાવતું છે, જ્યારે કન્યાની વિદાય થઇ રહી હોય.હું તો હારી ગયો, હું તો હારી"હું તો હારી ગયો,આને વાચ્યે માં પાચું છે,હું તો હારી ગયો,ઝાંપણી માટે રોમાંચ છે!"આ ગીતનું અર્થ:આ ગીત એવું ગાવું છે જે કન્યાના મીઠા અને મનોરંજક લાગણીઓ અને ખૂબ અસર પાડતા પળોને વ્યક્ત કરે છે.8. કન્યા દીક્ષાકન્યાવિદાયની વિધિ પર કન્યાની દીક્ષા એક પરંપરાગત છે.કન્યા દીક્ષા"કન્યા દીક્ષા આપો,શરુઆત કરીએ,આજથી તું સંસ્કૃતિમાં પરિપૂર્ણ થયા છે!"આ ગીતનું અર્થ:આ ગીત પરંપરા અને સંસ્કૃતિના પ્રત્યાય માટે ખૂબ મહત્વપૂર્ણ છે.9. હવે તો સાથી જીવોઆ ગીત કન્યાવિદાય પછી, અને તે તેના જીવનસાથી સાથે નવા આરંભને મનોરંજક રીતે જાહેર કરે છે.હવે તો સાથી જીવો"હવે તો સાથી જીવો,આજથી બંને એક થયા છે,મીઠી મીઠી યાદો રહી ગઈ છે,પ્રેમ એ મારો ખૂણો બની ગયો છે!"આ ગીતનું અર્થ:આ ગીત બંને સહયોગી અને પ્રેમનાં પળોને ઉજાગર કરે છે, જ્યાં એક નવો પ્રારંભ કરવામાં આવે છે.૧૨ કન્યા આગમ ઓઢી નવરંગ ચુંદડી ઓઢી નવરંગ ચુંદડી ...ઓઢી નવરંગ ચુંદડીપાયે ઝાંઝરનો ઝણકાર પાયે ઝાંઝરનો ઝણકારમાયરામાં આવે મલકતાં મલકતાં મલકતાંઓઢી નવરંગ ચુંદડી ... બેનીએ સાડી પેહરી છે સવા લાખનીબેનીએ સેલુ પહેરીયું છે મોંઘા મુલનુંતોય બેનીને પાનેતરનો શોખબેનીને પાનેતરનો શોખમાયરામાં આવે મલકતાં મલકતાં મલકતાંઓઢી નવરંગ ચુંદડી ... બેનીનું પિયરિયું છે ઉંચા કુળનુંબેનીનું મોસાળિયું છે મોંઘા મુલનુંતોય બેનીને સાસરિયાનો શોખબેનીને સાસરિયાનો શોખમાયરામાં આવે મલકતાં મલકતાં મલકતાંઓઢી નવરંગ ચુંદડી ... ઓઢી નવરંગ ચુંદડીપાયે ઝાંઝરનો ઝણકાર પાયે ઝાંઝરનો ઝણકારમાયરામાં આવે મલકતાં મલકતાં મલકતાંઓઢી નવરંગ ચુંદડી ...મલપતાં ૧૩ ખુશીનો માહોલ આજ વગંડવો વગંડવો આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલહે શરણાયું ને ઢોલ નગારા, શરણાયું ને ઢોલ. આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે,સખી, રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે;મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ,વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ… આજ o. આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે.હું કે ‘દી રંગાણી એના રંગમાં રે..હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર..વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ… આજ o૧૪ હસ્ત મેળાપ ઢોલ ધબક્યાને વરકન્યા ના હાથ મળ્યા ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યાવાજા વાગ્યા ને વરવહુના હાથ મળ્યાહૈયાં હરખ્યા ને વરવહુના હાથ મળ્યાપ્રેમે નીરખ્યા ને વરવહુના હાથ મળ્યાજાણે ઈશ્વર ને પારવતી સાથ મળ્યા જેમ નદી ને સરવરના જળ મળ્યાએમ વર ને કન્યાના હાથ મળ્યાજેમ દૂધમાં જાય સાકર ભળીએમ વર ને કન્યાની જોડ મળીજેમ શોભે લહેરો સાગરમાંએમ શોભે વર-કન્યા માયરામાંજેમ ઈન્દ્ર - ઈન્દ્રાણીની જોડ ઠરીએમ વર ને કન્યાની જોડ મળી(હસ્તમેળાપ - વરપક્ષ)૧૫ આશીર્વાદ આ વરકન્યાનું સુંદર જોડુઆ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો!આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો!જ્યારે પારવતીએ તપ ધરિયાં ત્યારે શંકર સરખા સ્વામી મળ્યાં,જ્યારે બેનીબાએ તપ ધરિયાં ત્યારે ગુણિયલ રૂડા સ્વામી મળ્યાં,આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો!જ્યારે સીતાજીએ તપ ધરિયાં ત્યારે રામજી સરખા સ્વામી મળ્યાં,જ્યારે લાડકડીએ તપ ધરિયાં ત્યારે ગુણિયલ રૂડા સ્વામી મળ્યાં,આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો! અહો પ્રભુજી અમર રહો!૧૬ કન્યાદાન કોઈ આપે સોનાના દાન કોઇ આપે સોના દાન,કોઇ આપે રૂપા દાન,કોઇ આપે દિકરીના દાન,જતન કરી સાચવજો,હે જતન કરી સાચવજો,હે અમારે તો…અમારે ……….. ભાઇ (પિતા) હૈયાના ભોળાઅમારે ……….. બેન (માતા) મનડાના ભોળાએણે દઇ દિધા દિકરીના દાન,જતન કરી સાચવજો,અમારે તો….અમારે ……….ભાઇ (કાકા) મનડા ભોળાઅમારે ………..બેન (કાકી) હૈયાના ભોળાએણે દઇ દિધા ભત્રીજીનાં દાન,જતન કરીસાચવજો,હે જતન કરી સાચવજોઅમારે તોઅમારે ……..ભાઇ (મામા) હૈયાના ભોળાઅમારે ……..બેન (મામી) મનડા ભોળાએણે દઇ દિધા ભાણેજ ના દાન,જતન કરી સાચવજો,હે જતન કરી સાચવજોઅમારે તો…અમારે ……ભાઇ (ભાઇ) મનડા ભોળાઅમારે ……બેન (ભાભી) હૈયાના ભોળાએણે દઇ દિધા બેનીબા ના દાન,જતન કરી સાચવજો…૧૭ મંગળફેરા પહેલું પહેલું મંગળીયુ વર્તાય રે પહેલું પહેલું મંગળિયું વરતાય રે,પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે,અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે,સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે.બીજું બીજું મંગળિયું વરતાય રે,બીજે મંગળ રૂપાંનાં દાન દેવાય રે,માંડવડામાં મંગળગીતો ગવાય રે,શુભદિન આજે શુકનનો કહેવાય રે. અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રેસૌને હૈયે આનંદ અતિ ઊભરાય રે ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે,ત્રીજે મંગળ સોનાંનાં દાન દેવાય રે,ફૂલડાં કેરી ફોરમ બધે પ્રસરાય રે,બન્ને પક્ષે આનંદ અતિ ઉભરાય રે. ચોથું ચોથું મંગળિયું વરતાય રે,ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે,અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે,માંડવડામાં મંગળગીતો ગવાય રે…૧૮ સાજન મહાજન નાણાંવટી રે સાજન બેઠું માંડવેનાણાવટી રે સાજન બેઠું માંડવેલાખોપતિ રે સાજન બેઠું માંડવેજેવા ભરી સભાના રાજાએવા જીગરભાઈના દાદાનાણાવટી રે સાજન બેઠું માંડવેલાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવા ગુલાબ કેરા ગોટાએવા જીગરભાઈના પિતાનાણાવટી રે સાજન બેઠું માંડવેલાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવી ફૂલડિયાંની વાડીએવી જીગરભાઈની માડીનાણાવટી રે સાજન બેઠું માંડવેલાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવા અતલસના તાકાએવા જીગરભાઈના કાકા ​નાણાવટી રે સાજન બેઠું માંડવેલાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવા લીલુડાં વનના આંબાએવા જીગરભાઈના મામાનાણાવટી રે સાજન બેઠું માંડવેલાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવા હાર કેરા હીરાએવા જીગરભાઈના વીરાનાણાવટી રે સાજન બેઠું માંડવેલાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવી ફૂલડિયાંની વેલીએવી જીગરભાઈની બેનીનાણાવટી રે સાજન બેઠું માંડવેલાખોપતિ રે સાજન બેઠું માંડવે૧૯ કંસાર લડો લડી જામે રે કંસાર લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રેલાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે નાખે મહીં ઘી કેરી ધાર, સંસાર પાયો ગળ્યો લાગે રેલાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે સાસુજી શુભ સજી શણગાર, પીરસવાને આવિયાં રેભીની વડી સાકર તૈયાર, ઝારી ભરીને લાવિયાં રે પીરસતાં મન મલકાય, આનંદ અંગ અંગમાં રેભેગા બેસી જમે વરકન્યાય અધિક ઊંચા રંગમાં રે પાસે બેઠી સૈયરો બે-ચાર તપાસ રાખે તે તણી રેરત્ને જડ્યો બાજોઠ વિશાળ મૂકે છે મુખ આગળ રે લાડો લાડી જમે રે કંસાર, આનંદ આજ અતિઘણો રેલાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રેલાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે(કંસાર)૨૦ સૌભાગ્ય આશીર્વાદ તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી, માના ખોળા સમું આંગણું તે મૂક્યું,બાપના મન સમું બારણું તે મૂક્યું,તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી,તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી. ભગવાનને આજ ભળાવી દીધી,વિશ્વાસ કરીને વળાવી દીધી,તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી,તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી. તૂંતો સ્મિત કરે ને ફૂલ ખીલે,તારી આંખના આંસૂને મોતી ઝીલે,તું જીવાડતી ને જીવતી અખંડ સૌભાગ્યવતી. તારી પ્રિતીએ પૂજાનું રૂપ ધર્યુ,ઘરને એક મંદિર તેંજ કર્યુ,એમાં તુંજ બની મૂરતી અખંડ સૌભાગ્યવતી.તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી. ૨૧ વિદાઈગીત આવી રૂડી આંબલીયાની ડાળ આવી રુડી આંબલીયાની ડાળહીંચકો રે બાંધ્યો હીર નો રે મારા રાજહીંચકો રે બાંધ્યો હીર નો રે મારા રાજહે….દાદા તમારે દાદા તમારે દેવું હોય તે દેજોછેટા ની વાટે મારે હાલવુ રે હે મારા રાજછેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજહે…દાદા એ દીધાદાદા એ દીધા કાળજડાના દાનદીકરી ને સાસરે વળાવિયા રે મારા રાજહે…મામા તમારે મામા તમારે દેવું હો તે દેજોછેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજછેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજહે…મામા એ દીધામામા એ દીધા મોશાળ ના દાનદીકરી ને સાસરે વળાવિયા રે હે મારા રાજહે…બાપા તમારે બાપા તમારે દેવું હોય તે દેજોછેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજછેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજહે…બાપા એ દીધા બાપા એ દીધા વેલણિયું ના દાનદીકરી ને સાસરે વળાવિયા રે હે મારા રાજકોયલ ઊડી રે ગઈ પગલા પડી રે રહ્યા કોયલ ઉડી રે ગઈ ને પગલાં પડી રે રહ્યાંસુના સરવર ને સૂનુ આમ્બલિયુંએના પાંદડે પાંદડા રડી રે રહ્યાં આયખું વેઠીને પાન પીળું રે થયુંમાડીની આંખોમાં આન્સુ ના રહ્યુંવનનુ પિયરીયું સૂનુ રે પડ્યુંએના ટહુકા હવે ના જડી રે રહ્યાં સહિયરની આંખોમા વેદનાની વાણીસહિયરની આંખલડી કહેતી રે કહાણીએક આંખે ફાગણ ને એક આંખે શ્રાવણજો ને વિજોગ ના વાદળા ચડી રે રહ્યાંવાદલડી ને કેજો કે સૂરજને ઢાંકેઝાંછો રે તાપ મારી દીકરી ના સાંખેહળવેથી વેલડુ હાંકજોરે ભાઈએને વાટ્યુ ના કાંકરા નડી રે રહ્યાં

    Read more
    સપ્તપદીના સાત વચનો
    સપ્તપદીના સાત વચનો

    સપ્તપદીના સાત વચનોસપ્તપદીનો વિધિ હિંદુ લગ્ન-પ્રથાનો આત્મા છે.જેમાં વેદીથી એક હાથ દુર, ઉત્તર કે પશ્...

    સપ્તપદીના સાત વચનો

    સપ્તપદીના સાત વચનોસપ્તપદીનો વિધિ હિંદુ લગ્ન-પ્રથાનો આત્મા છે.જેમાં વેદીથી એક હાથ દુર, ઉત્તર કે પશ્ચિમ દિશામાં ડાંગર કે ચોખાની સાત ઢગલી કરી તેનું પૂજન કરવામાં આવે છે.અને વર-વધુને ઉત્તર દિશા તરફ સાત ડગલાં મંડાવે છે અને એક એકપગલે એક એક વચન લેવડાવે છે.૧ – इष एकपदी भव ।(તું પહેલું પગલું અન્ન- એટલે કે ઐશ્વર્ય માટે ભર.)૨ – બીજું પદ- उर्झे द्विपदी भव ।(તું બીજું પગલું શક્તિ વધે તે માટે ભર)૩ – ત્રીજું પદ- रायस्पोषाय त्रिपदीभव। (તું ત્રીજું પગલું સંપત્તિને માટેભર)૪ – ચોથું પદ- मायोभव्याय चतुष्पदी भव ।(તું ચોથું પગલું સુખચેનને માટે ભર)૫ – પાંચમું પદ- प्रजाभ्यः पंचपदी भव ।(તું પાંચમું પગલું પશુઓના કલ્યાણ માટે ભર.(દૂધ-ઘી-દહી ની ક્યારેય તમને અછત ન નડે(૬ – છઠું તમામ ઋતુઓ માટે(એટલેકે કુદરતની જેમ જીવન ની પણ ચડ-ઉતરની ઋતુ હોય છે એ બધી મોસમ મા બંને સમશીતોષ્ણ રહે તે માટે) ૭ – સાતમું પદ- सखा सप्तपदी भव ।( સાતમું પગલું ભરીને તું મારી મિત્ર થા પતિ અને પત્ની હક્કો અને ફરજોના ગુંચવાડામાં ન પડતા મિત્ર બનીને રહે તો સંસાર વધુ સરી રીતે ચાલે છેલગ્ન વિધિ ખરેખર તો આજકાલ જે પરણે છે એ પણ, ગોર જે વેદિક શ્લોક કે મંત્ર બોલે છે તેને સમજ્યા વગર જ અનુકરણ કરે જાય છે.“બે જ પગલાં પડે છે શું કામ?!જયારે રાસે રમે રાધા ને શ્યામ.”જેમ સાત પગલાં આકાશમાં છે,તેમ સાત પગલાં સાથે પણ છે.પતિ અને પત્ની જયારે લગ્ન સમયે, સપ્તપદીના સાત પગલાં સાથે માંડી જે સાત વચનો લે છે,એ જ એમના લગ્નજીવનનો આધાર છે.પતિ અને પત્નીમાં શું વધુ જરૂરી છે,માત્ર દેખાવ?ના,દેખાવ થી પણ વધુ જરૂરી પ્રેમ અને વિશ્વાસ છે.એકબીજાનેસમજવાની સપૂર્ણ તૈયારી,એકબીજાના સુખ અને દુઃખમાં સંપૂર્ણ સાથ,એકબીજાના અવગુણો સાથેનો સ્વીકાર,એકબીજાના સ્વમાનની રક્ષા કરવીએકબીજાના ગમા અણગમા,પસંદ નાપસંદનું ધ્યાન રાખવું,કોઈ ત્રીજી વ્યક્તિની ચઢામણી તમારા ઉપર હાવી ન થવા દેવી,સમાજ કરતાં પણ સંસાર તમારા માટે વધુ મહત્વનો છે.ઘરને એક મંદિર બનાવવા માટે આરસ અને ઈંટ એટલેકે, સ્ત્રી અને પુરુષ બંનેની જરુર પડે છે.અને આં મંદિરનું વાતાવરણ પવિત્ર બનાવવા માટે પ્રેમના પુષ્પો,આનંદની ધૂપસળી,અને શ્રધાનો દીવડો પ્રગટાવવાની જરૂર હોય છે.-પ્રેમ તણા મંદિરમાં શ્રધાનો દીવડો,જલતો રહે તો શીદ દુઃખી થાય જીવડો

    Read more
    લગ્ન એટલે ઝાઝા હાથ રળિયામણા?
    લગ્ન એટલે ઝાઝા હાથ રળિયામણા?

    મોટાભાગે, આપણે સહુ માનીએ છીએકે, સંસારમાં, `એક કરતાં બે ભલા?` આથી કદાચ, `बहुतंतवो बलवंतः ।` ઉક્તિને ...

    લગ્ન એટલે ઝાઝા હાથ રળિયામણા?

    મોટાભાગે, આપણે સહુ માનીએ છીએકે, સંસારમાં, `એક કરતાં બે ભલા?` આથી કદાચ, `बहुतंतवो बलवंतः ।` ઉક્તિને સત્ય ઠેરવવા કાજે, લગ્નસંસ્થા અમલમાં આવી હશે..!! આમેય, લગ્ન વયસ્ક કુમાર-કન્યાનાં માતાપિતા-વડીલોના ભાલે ચિંતાની રેખાઓ અંકિત થતી જોઈને, જેતે કુટુંબમાં લગ્ન ઉકેલવા અંગેની ઉતાવળી સ્થિતિ પરખાઈ જતી હોય છે ત્યારે, વૈદિકકાળમાં પણ કન્યા જ્યારે પુખ્ત ઉંમરની થતી ત્યારે લગ્ન કરવામાં આવતાં. કન્યા માટેના ઉમેદવાર કન્યાની માગણી કરતા અને કન્યાનો પિતા પોતાની ઇચ્છા પ્રમાણે કન્યાને આપતો. તે સમયે કન્યાને પિતા તરફથી બળદ, ઘોડા ઇત્યાદિનો દાયજો આપવામાં આવતો હતો. લગ્નને લાયક પુખ્તવય અંગેના મતમતાંતર અંગે પૂજ્ય મહાત્મા શ્રીગાંધીબાપુ કહેછેકે," હિંદુ શાસ્ત્રાનુસાર છોકરાને વહેલામાં વહેલો ૨૫મે વર્ષે પરણાવી શકાય. જોકે, હિંદુસ્તાનની માતાઓને સૂઝી જાય છેકે, હિંદુસ્તાન ઉષ્ણ દેશ હોવાથી, આપણે ત્યાંની છોકરીઓ,વહેલી વયમાં આવે છે. આથી વધારે મોટો બીજો કોઈ વહેમ મેં જોયો નથી. આ વહેમમાંથી આપણે એકદમ ઊગરી જવું જોઈએ. હું હિંમતથી કહું છુંકે, હવાપાણીને યુવાવસ્થાની જોડે કશી લેવા દેવા નથી. અકાળે જુવાની આવી જાય છે તે આપણાં કુટુંબોમાં આજે જે માનસિક અને નૈતિક વાતાવરણ પ્રવર્તે છે તેને કારણે છે." આમ તો લગ્નની સર્વસામાન્ય શાબ્દિક વ્યાખ્યા મુજબ, લગ્ન = સંમિલન, સંયોજન, એકીકરણ, ઉભયાન્વય, યુતિ, લગ્ન, દાંપત્ય, યુગલરૂપ સંયુતાર્થ, સાહચર્ય, સહઘટન, અથવા સંમતિ. પરંતુ, આ તમામ જીવનપ્રક્રિયા તેના યોગ્ય સમયેજ શોભતી હોય છે કદાચ એટલેજ, કહેવાય છેકે, "લગ્નનાં ગીતો લગ્ને જ શોભે..!!" જાણવા જેવું છેકે, ગૌતમ ધર્મસૂત્ર પ્રમાણે લગ્નના આઠ પ્રકાર છેઃ બ્રાહ્મ, આર્ષ, પ્રાજાપત્ય, દૈવ, ગાંધર્વ, આસુર, રાક્ષસ અને પૈશાચ. જોકે, પ્રાજાપત્ય તે, બ્રાહ્મવિવાહનું વધારે સંસ્કારી સ્વરૂપ મનાતું હોવાથી, હિંદુઓમાં ઓછાવત્તા ફેરફાર સાથે પ્રાજાપત્ય વિવાહ પ્રચલિત છે. જેમાં, વરકન્યાનાં માબાપ સંબંધ નક્કી કરે છે. ઉપરાંત, લગ્ન થતાં પહેલાં વરકન્યાની અરસપરસ પસંદગી પણ કરવામાં આવે છે. કન્યાના પિતા, કન્યાદાનમાં કન્યાને યથાશક્તિ રકમ અને ઘરેણાં આપે છે અને વરપક્ષ તરફથી કન્યાને રિવાજ મુજબ પલ્લાંની રકમ પણ આપવામાં આવે છે, જેના ઉપર કન્યા સિવાય બીજા કોઈનો પણ હક્ક સ્વીકારાતો નથી. કન્યાદાનમાં રકમ, વાસણ, ઘરેણાં, સુશોભિત કપડાં આપવામાં આવે છે. એમાં વરકન્યા સપ્તપદી ભણે છે અને અગ્નિ સમક્ષ લગ્ન થાય છે. આમતો, હાલના આધુનિક જેટ યુગમાં, જ્ઞાતિ-જાતિના બંધનો ફગાવી દઈને, જેને પ્રેમલગ્નનું રૂપાળું નામ અપાય છે તેવા, `ગાંધર્વ વિવાહ` પણ અધિક પ્રમાણમાં પ્રચલિત થયા છે, જે બહુ રોમાંચક મનાય છે. ગાંધર્વ વિવાહમાં માબાપની સંમતિ માગવામાં આવતી નથી. ખાસ કોઈ લગ્નક્રિયા કરવામાં આવતી નથી, તેમજ સમાજ સમક્ષ તેની ખાસ જાહેરાત થતી નથી. એનું મુખ્ય તત્ત્વ વરકન્યાની અરસપરસ સંમતિ કહી શકાય. એકબીજાને ફૂલહારનું અર્પણ અને પરસ્પરને વફાદાર રહેવાનું વચન એટલી જ લગ્નક્રિયા ગાંધર્વવિવાહ માગે છે એમ કહી શકાય. આવા લગ્નને પૂર્ણ પ્રેમલગ્નનું નામ આપીએ તોપણ ચાલી શકે..!! મહાભારત આદિપર્વમાં એની કથા છેકે, સોમવંશી પુરુકુલોત્પન્ન દુષ્યંત રાજા મૃગયા કરતો હતો ત્યાં તેણે ત્યાં શકુંતલાને એકલી જોઈ અને તે અત્યંત સ્વરૂપવતી હોવાથી તે કામબુદ્ધ થયો જેથી તેની સાથે ગાંધર્વ વિવાહ કર્યો. ટૂંક સમયમાંજ તેને પોતાના સ્વગૃહે લઈ જવાનું વચન આપી રાજા પોતાને નગર ગયો. આ તરફ પૂર્ણ માસે શકુંતલાને એક પુત્ર સાંપડ્યો, જેનું નામ ઋષિએ `ભરત` રાખ્યું અને ઋષિ કણ્વએ શકુંતલાને પુત્ર ભરત સહિત, તેને હસ્તિનાપુર મોકલી. દુષ્યંત રાજાએ તેને ઓળખી પરંતુ શરમને કારણે એમને સ્વીકારવાની ના પાડી. જોકે, શકુંતલાએ ઘણી આજીજી કરી, પણ દુષ્યંતે સાંભળી જ નહીં. છેવટે આકાશવાણી થઈ કે રાજા, આ તારી સ્ત્રી અને તારો પુત્ર છે. તેનો અંગીકાર કર. આકાશવાણી સાંભળી રાજાએ પુત્ર સહિત શકુંતલાનો સ્વીકાર કર્યો. કાલિદાસે દુષ્યંત શકુંતલાના વૃત્તાન્ત આધારિત `શાકુંતલ` નાટક રચેલુંછે.પુરાણકાલમાં, રાજા દુષ્યંત-શકુંતલાનાં, શ્રીકણ્વઋષિના આશ્રમમાં થયેલાં લગ્ન, ગાંધર્વ વિવાહનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

    Read more
    કૌટુંબિક હિંસા તથા શોષણ વિરુદ્ધ કાનૂની રક્ષણ
    કૌટુંબિક હિંસા તથા શોષણ વિરુદ્ધ કાનૂની રક્ષણ

    કૌટુંબિક હિંસા તથા શોષણ વિરુદ્ધ કાનૂની રક્ષણ (Laws against domestic violence and abuse.) મ...

    કૌટુંબિક હિંસા તથા શોષણ વિરુદ્ધ કાનૂની રક્ષણ

    કૌટુંબિક હિંસા તથા શોષણ વિરુદ્ધ કાનૂની રક્ષણ (Laws against domestic violence and abuse.) મિત્રો, મહર્ષિ ગૌતમે પોતાની ધર્મપરાયણ પત્ની અહલ્યાને ગુસ્સે થઈ પથ્થરની શીલા બની જવાનો શ્રાપ આપ્યો અને અંતે દુઃખી થઈ અપાર પસ્તાયા. નવાઈની બાબત એ છે કે, આ મહાસતી અહલ્યાનો ઉદ્ધાર કરનારા ભગવાન શ્રીરામ, ગર્ભવતી સીતામૈયાના વનવાસનું નિમિત્ત બન્યા..!! મહાભારત મહાકાવ્યમાં, ધર્મરાજ યુધિષ્ઠીર જુગારમાં પત્ની દ્રૌપદીજીને હારી ગયા ત્યારે અત્યંત કરૂણ સ્વરે દ્રૌપદીએ સવાલ કર્યો," હું શું જુગારમાં હારી જવા જેવી કોઈ ચીજવસ્તુ છું? વળી જુગારમાં અગાઉ પોતાની જાત હારી જનાર ધર્મરાજને, મને જુગારમાં દાવ પર મૂકવાનો અધિકાર કોણે આપ્યો?" આટલાં સજ્જડ ઉદાહરણ પછી એ બાબત તો સ્પષ્ટ થાય છેકે, જેમને જીવતાં નથી આવડતું તેઓ પત્નીને પ્રતાડીત કરી, પાછળથી હંમેશા દુઃખી થયા છે. ( આજના ભારતમાં આ સહુ મહાનુભવોને કદાચ કાનૂની કાર્યવાહીનો સામનો કર્યા બાદ, સખત કેદ તથા ભારે દંડની સજા થઈ હોત?) જો કે, ભારતીય સંવિધાનની જોગવાઈ મુજબ, દહેજ વિરોધી ધારા ઉપરાંત, કૌટુંબિક હિંસા તથા શોષણ વિરુદ્ધ પણ અત્યંત કડક કાયદા ઘડવામાં આવ્યા છે.સન-૧૯૮૩માં કૌટુંબિક અત્યાચાર તથા શોષણની વ્યાખ્યા નિશ્ચિત કરીને તેને Indian Penal Code ની ધારા ૪૯૮-અ મુજબ ફોજદારી અપરાધ ગણવામાં આવ્યો. ઘરમાં પતિ અથવા તેમના કુટુંબીઓ દ્વારા વિવાહિત સ્ત્રી પ્રત્યે ક્રૂર વ્યવહાર કરવામાં આવે ત્યારે, આ કાયદા અનુસાર ફોજદારી રાહે પગલાં ભરી કાયદાનો ભંગ કરનાર ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. Indian Penal Code ની ધારા ૪૯૮-અ મુજબ, ૧. વિવાહિત સ્ત્રી આત્મહત્યા માટે મજબૂર થાય તેવો ક્રૂર વ્યવહાર તેની સાથે કરવો. ૨. વિવાહિત સ્ત્રીને કાયમી ઈજા થાય અથવા તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય તેવી રીતે પીડા પહોંચાડવી. ૩. વિવાહિત સ્ત્રીના પિયરમાંથી સ્થાવર-જંગમ મિલ્કત મેળવવા માનસિક યાતના આપવી. ૪. અથવા વિવાહિત સ્ત્રી કે તેના કુટુંબી, આવી અઘટિત માંગણી સંતોષી ન શકે ત્યારે તે કારણસર તેને માનસિક સંતાપ આપવો. આ કાયદાની નોંધવા યોગ્ય બાબત એ છેકે, વિવાહિત સ્ત્રીના કોઈપણ કુટુંબી આ ફરિયાદ નોંધાવી શકે છે. જેમાં કાયદાની કાર્યવાહી બાદ, અપરાધ સાબિત થાયતો, જે તે અપરાધીને ત્રણ વર્ષ સુધીની સખત કેદ અને/અથવા દંડની જોગવાઈ કરવામાં આવી છે.આ કાનૂન અંતર્ગત, `કૌટુંબિક ક્રૂરતા`ની વ્યાખ્યા પણ કરવામાં આવી છે. જે મુજબ, ૧.વિવાહિત સ્ત્રીને ભોજન ન આપવું. ૨.વિવાહિત સ્ત્રીને યૌન ઉત્પીડન કરવું. ૩.વિવાહિત સ્ત્રીને ઘરમાં નજરકેદ જેવી સ્થિતિમાં રાખી ત્રાસ આપવો. ૪. વિવાહિત સ્ત્રીને પોતાનાંજ સંતાનને મળવા ન દેવા. ૫. ઉપરાંત, વિવાહિત સ્ત્રી ઉપર શારીરિક અત્યાચાર આચરવો. ૬.વિવાહિત સ્ત્રીની સતત ટીકા-નિંદા દ્વારા, તેને માનસિક યાતના આપી તેનું મનોબળ ઘટે તેવા પ્રયત્ન કરવા. ૭. વિવાહિત સ્ત્રીને સમાજમાં હળવામળવા પર પ્રતિબંધ લાદવો. ૮. માતાને માનસિક યાતના પહોંચાડવાના ઈરાદાથી, તેનાં બાળકોને ઘમકાવવાં કે માનસિક ત્રાસ આપવો. ૯. વિવાહિત સ્ત્રી કે તેનાં કુટુંબી દ્વારા,સાસરિયાંની દહેજની માંગણી ન સંતોષાય તો, છૂટાછેડાની ધમકી આપવી. આ ઉપરાંત આ કાયદાની જોગવાઈ અનુસાર,લગ્ન બાદ પતિની તમામ સ્થાવર-જંગમ સંપતિ પર સ્ત્રીનો સમાન હક્ક હોય છે. યાદ રહે, સ્ત્રીને અવારનવાર ઘરમાંથી હાંકી કાઢવાની ધમકી સામે, અદાલતમાંથી તરતજ આ બાબતે જેતે સ્ત્રીને મનાઈ હુકમ મળી શકે છે. Indian Penal Code ની ધારા ૪૯૮-અ મુજબ, દહેજ માટે આપવામાં આવતા માનસિક ત્રાસ સામે પણ સ્ત્રીઓને પુરતું રક્ષણ આપવામાં આવ્યું છે. દહેજની પ્રતાડણાને કારણે સ્ત્રીનું અકુદરતી મૃત્યુ થાય તેવા સંજોગોમાં IPCની ધારા ૩૦૪-બી પ્રમાણે, આ અકુદરતી મૃત્યુ દહેજને કારણે નથી થયું તે પુરવાર કરવાની જવાબદારી પતિની રહે છે.સ્ત્રીના આપઘાતના કિસ્સામાં ધારા ૩૦૪-બી સાથે ધારા-૩૦૬ પણ ઉમેરાય છે, જેની જોગવાઈ મુજબ માનસિક ત્રાસને કારણે સ્ત્રીની હત્યા કર્યાનો ગુનો દાખલ (FIR) કરીને કાયદેસર કાર્યવાહી બાદ, ગુનો સાબિત થયેથી, અપરાધીને સાત વર્ષની સખત કેદની સજાનું કાનૂની પ્રાવધાન છે.તે સિવાય, પતિ-પત્ની વચ્ચે, જાતીય સંબંધ બાંધવા બાબતે, સ્ત્રીની મરજી વિરૂદ્ધ બાંધવામાં આવતા શારીરિક સંબંધને ક્રૂરતાપૂર્ણ વ્યવહાર માનીને, ગુનો સાબિત થયેથી છૂટાછેડા મેળવી શકાય છે. ન્યાયાલય દ્વારા દાદ મેળવી અલગ થયેલી પત્ની સાથે, પતિને શારીરિક સંબંધ સ્થાપવા પર IPC ૩૭૬-અ ધારા મુજબ નિષેધ ફરમાવેલ છે. વિવાહિત સ્ત્રી, ન્યાયાલયમાં કૌટુંબિક હિંસા તથા શોષણ વિરુદ્ધ કાનૂની રક્ષણ ઇચ્છે તેવા સંજોગોમાં, અદાલત દ્વારા પતિ પાસે, તેની સ્થાવર અથવા જંગમ મિલ્કત, સ્ત્રીની સામાજિક સલામતી સ્વરૂપે મૂકાવાય છે,જે સતત જારી રહેતી કૌટુંબિક હિંસા તથા શોષણના કિસ્સામાં, અદાલતી આદેશથી જપ્ત પણ કરવામાં આવે છે.જોકે, CrPcની ધારા-૧૨૫ મુજબ સોગંદનામા દ્વારા સાબિત કરવામાં આવેકે, વિવાહિત સ્ત્રી દ્વારા કોઈપણ વ્યાજબી કારણ વગર, સાંસારિક જીવન સ્થાપિત કરવા ઇન્કાર કરવામાં આવે છે, તેવા સંજોગોમાં પતિ પાસેથી તે સ્ત્રી ભરણપોષણ કે અન્ય વળતર મેળવવાને હક્કદાર નથી. નોંધ- તાજેતરનાં વર્ષોમાં, વિવાહિત સ્ત્રી તથા તેના કુટુંબીઓ દ્વારા, સાસરી પક્ષના, નિર્દોષ પતિ તથા તેમના બેકસૂર કુટુંબીઓને અકારણ કાનૂની માયાજાળમાં ફસાવીને આ કાનૂન અંતર્ગત, વ્યભિચાર તથા ક્રૂરતાના બનાવટી આરોપ કરીને, ખોટી ફરીયાદ કરવામાં આવી હોવાના કેટલાક કિસ્સા અદાલતના ધ્યાન પર આવેલા જેમાં, વિવાહિત સ્ત્રીના બનાવટી આરોપોને નકારી કાઢી, આરોપીઓને આરોપ મૂક્ત કર્યાના ચૂકાદા પણ આવેલા છે. National Commission for Women, New Delhi, Indiaના ચેરપર્સન સુશ્રીગિરીજા વ્યાસ તથા જાણીતા ધારાશાસ્ત્રી શ્રીઅતુલ નાગરાજન માને છેકે," દેશમાં પતિ-પત્નીના વિવાદોમાં, બેવફાઈ તથા વ્યભિચારના સામસામે સાચા-ખોટા આરોપ માટે CrPC ની ધારા- ૩૪૦ અને ધારા-૩૪૪ અંતર્ગત કરવામાં આવતાં સોગંદનામાને ચકાસવાની કાર્યવાહી અદાલતે કેમેરા સામે, બંધ બારણે કરવી જોઈએ જેથી કોઈ નિર્દોષ વ્યક્તિની અકારણ બદનામી થતી અટકાવી શકાય. જોકે, પતિ-પત્નીના બંને પક્ષે, આવી પીડાદાયક કાનૂની માથાકૂટમાંથી છૂટવાનો શ્રેષ્ઠ ઉપાય સમજદારીભર્યું સહજીવન આજીવન પસાર કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન માત્ર હોઈ શકે..!! સન-૧૯૨૩માં, પંજાબના અલમોરા જિલ્લામાં જન્મેલા તથા સન-૧૯૫૨થી મૌનવ્રત પાળનારા મહાસંત શ્રી બાબા હરિદાસજીના જ્ઞાનવચન મુજબ, “ પતિ-પત્ની અનાજના એવા દાણા (સોયાબીન) સમાન છે જેના બે અલગ ફાડિયાં કરી અરધા-અરધા ભાગને, જમીનમાં અલગ-અલગ વાવવામાં આવે તો તે ક્યારેય અંકુરિત થતા નથી. પરંતુ, આ અનાજનો આખો દાણો તેને એકત્વ બક્ષતા ફોતરા( Skin) સાથે વાવતાંજ તે અંકુરિત થાય છે." સંસારમાં સહજીવનને નવપલ્લવિત રાખવા નવદંપતિએ આ જ્ઞાન ગાંઠે બાંધવા જેવું છે..!! દેવોની નગરી જો સ્વર્ગ હોય તો, દેવત્વભાવને ધારણ કરીને, પ્રસન્ન દાંપત્ય દ્વારા, નવવિવાહિત દંપતિ પોતાના નિવાસસ્થાનને સ્વર્ગથી પણ અદકેરું બનાવી શકે છે. દેવત્વ એટલે, શુભભાવ, મંગલ વાતાવરણ, સંતોષમાં સુખ તથા વાણી-કર્મ-વ્યવહારમાં સત્ય પવિત્રભાવની અધિકતા..!! આમ પણ, આપણા શાસ્ત્રોમાં ઘર ગૃહસ્થીમાં સુખ,શાંતિ તથા સમૃદ્ધિનો મુખ્ય સ્રોત નારીશક્તિને માનવામાં આવે છે. આથીજ મનુ સ્મૃતિમાં (૩.૫૬) , “यत्र नार्यस्तु पूज्यंते तत्र रमन्ते देवता । - Where women are honored, there the Gods are pleased. But where they are not honored, no sacred rite yields rewards.” (Manu Smriti 3.56) કહીને નારીશક્તિને બીરદાવવામાં આવી છે.

    Read more
    લગ્નપ્રસંગના શુભદિનની આચારસંહિતા
    લગ્નપ્રસંગના શુભદિનની આચારસંહિતા

    લગ્નપ્રસંગના શુભદિનની આચારસંહિતાઆપણા દેશમાં કોઈપણ લગ્નપ્રસંગમાં, જુના-નવાં માની લીધેલાં માન-અપમાનને ...

    લગ્નપ્રસંગના શુભદિનની આચારસંહિતા

    લગ્નપ્રસંગના શુભદિનની આચારસંહિતાઆપણા દેશમાં કોઈપણ લગ્નપ્રસંગમાં, જુના-નવાં માની લીધેલાં માન-અપમાનને યાદ કરીને, એકમેક સાથે બદલો વાળવાના ભાવ સાથે, રિસામણાં-મનામણાંની કુપ્રથા આજેપણ અમલમાં છે. આવા સમયે સમજદાર કુટુંબીજનની સલાહ-શીખામણને અવગણીને, મોટાભાગે લગ્નવાંછુક કન્યાના માતાપિતા તથા તેઓના અન્ય કુટુંબીજનો પાસે, સ્વમાનભંગના બહાના હેઠળ, નાકલીટી તણાવવાનો દુરાગ્રહ રખાય છે. જોકે, આમ કરવાથી કદાચ કોઈનો અહમ જરૂર તૃપ્ત થતો હશે, પરંતુ જેતે વ્યક્તિના શુભપ્રસંગનું વાતાવરણ કલુષિત થવા સાથેજ, એકમેકના દિલમાં ક્યારેક કાયમી વેરઝેરની ભાવના ઘર કરી જતી હોય છે. આથીજ, શુભપ્રસંગ સંપન્ન ન થાય ત્યાં સુધી, હર્ષોલ્લાસના વાતાવરણને કલુષિત કરવા ઈચ્છા ધરાવતાં,વરપક્ષ તથા કન્યાપક્ષનાં ઉપદ્રવી કુટુંબીજનોને પ્રસંગ શરૂ થતા અગાઉથીજ, મોભાદાર વડીલો દ્વારા સમજાવટભર્યું જરૂરી માર્ગદર્શન આપવું હિતાવહ છે. કોઈપણ લગ્નપ્રસંગ સુપેરે સંપન્ન થાય ત્યાંસુધી, વર-કન્યા સહિત, પ્રસંગમાં ભાગ લેનાર દરેકને માટે ચૂસ્તપણે પાલન કરવા જેવી આચારસંહિતાની આ રહી કેટલીક ઉપયોગી બાબતો.* લગ્નપ્રસંગે અઢળક નાણાં ખર્ચવા છતાં, હંગામી ધોરણે ઉભી કરાયેલી વ્યવસ્થાની ખામીઓને વખોડી,હોબાળો મચાવવાને બદલે તે સ્થિતિને અનુકૂળ થવાનું રાખો. (ભૂતકાળમાં તમારે ત્યાં યોજેલા પ્રસંગને યાદ રાખવો.)* લગ્નમંડપમાં વર તથા કન્યાએ, પોતાની મુત્સદીગીરીને કામે લગાવી એકમેકનાં નારાજ કુટુંબીજનનો પ્રેમ સંપાદિત કરવા પ્રયત્ન કરવો જોઈએ. સહુની હાજરીમાં, માંહ્યરાંમાં એકમેકની સામે રોષ વ્યક્ત કરવાનું ટાળવું જોઈએ.* લગ્નની તમામ વૈદિક ધાર્મિકવિધિનું સન્માન કરી, તેનો ભાવાર્થ સમજવામાં ધ્યાન પરોવવું. (કમસે કમ એટલા સમય પુરતું વર-કન્યાએ પોતાના મોબાઈલ બંધ રાખવા.)* વર-કન્યા દ્વારા, પ્રભુતામાં પગલાં પાડવાં તે, તેઓના જીવનની એક ગંભીર અને મહત્વપૂર્ણ ઘટના છે. બીનજરૂરી ઉતાવળ તથા મિત્રો-સખી સાથે મજાકિયો શોરબકોર કરીને, માંહ્યરાંને ઉપહાસનું કેન્દ્ર ન બનવા દેશો.* લગ્નમંડપમાં ભેટસોગાદ આપનાર પ્રત્યે આભાર પ્રગટ કરવાનું ચૂકશો નહીં.* માંહ્યરાંની આસપાસ, વર-કન્યા, બંનેના અંગત મિત્રો ભલે હાજર રહે, પરંતુ શુભપ્રસંગનું ગૌરવ જળવાય તે માટે, તેમને આલ્કોહોલ સહિત કોઈપણ વ્યસનથી દૂર રહી, આવેલા સગાવહાલાં તથા મહેમાનને અસહજતા, અણગમો તથા ભોંઠપ ઉત્પન્ન થાય તેવું અજુગતું અશ્લીલ વાણી-વર્તન ન કરવા અગાઉથીજ તાકીદ કરશો.* કન્યાપક્ષ માટે મોટાભાગે કન્યા વિદાયનો પ્રસંગ ભાવુકતા પેદા કરનારો હોય છે, તે સમયે વરપક્ષ તરફથી, અકારણ કરવામાં આવેલી ઉપહાસજનક ખોટી ટીકાટિપ્પણીથી વાતાવરણ બગડી શકે છે. આ સમયે સંયમ રાખો.* લગ્નપ્રસંગ બાદ, સાસરીમાં નવવધુના ગૃહપ્રવેશ પશ્ચાત, નવા વાતાવરણમાં સેટ થવા મથતી નવવધુને, લગ્નપ્રસંગમાં તેના પિતા દ્વારા રહી ગયેલી ખામીઓ બાબતે, કડવાં વેણ સંભળાવીને તેને વધુ માનસિક ત્રાસ થાય તેવું વાતાવરણ ઊભું ન થવા દેશો.* આર્થિકરીતે પોસાય તેવા હરવાફરવાના સ્થળે જ, નવદંપતિએ મધુરજની માણવા માટે આયોજન કરવું જોઈએ. આર્થિક બોજો (દેવું) કરીને, દેખાદેખી વિદેશ પ્રવાસ કરી પરત આવ્યા બાદ તરત દેવું ચૂકવવાની ચિંતા વિવાહિત નવજીવનનો આનંદ લુપ્ત કરી શકે છે.* નવદંપતિએ યાદ રાખવું જોઈએકે, મધુરજનીનો સ્વર્ણકાલ જીવનમાં ફક્ત એકવાર આવે છે. આ સમયે જાતીય આનંદને પ્રાધાન્ય આપવાને બદલે,પતિ-પત્નીએ એકમેકને પ્રેમ-હૂંફ તથા હકારાત્મક વિચારોના આદાનપ્રદાન દ્વારા ભાવિ સહજીવનના પડકારોને પહોંચી વળવા, સકારાત્મક રોમાંસમાં મન પરોવવું જોઈએ. યાદ રહે, સેક્સ ફક્ત શારીરિક મિલન સુધી સીમિત નથી, તે બે હૃદયનું મિલન પણ હોય છે. (આમેય, જાતીય આનંદ માટે આખી જિંદગી બાકી હોય છે..!!)* નવદંપતિએ મધુરજનીના દિવસોમાં,પોતાની અંગત પળોની તસ્વીર કે વિડીયો ઉતારતી વેળાએ સામાજીક મર્યાદાનો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે, અન્યથા અશ્લીલ જણાતી તસ્વીર કે વિડીયો, નવદંપતી વચ્ચે ભવિષ્યમાં મોટા વિખવાદનું કારણ બની શકે છે. જૈન ધર્મમાં, ચોવીસેય તીર્થંકરો દ્વારા, પ્રત્યેક નરનારીને એકાંત શૈયાસનનો (શૈયા + આસન) ઉપદેશ અપાયો છે. તેની પાછળ મર્મ એજ છેકે, બે અલગ વ્યક્તિત્વ, માનવસહજ સ્વભાવ મર્યાદાને કારણે, સંપૂર્ણ એકાકાર કે `Adjustable` બની શકે નહીં. તેવા સમયે એકાંત શૈયા અને એકાંત આસનથી સંસારની વિકૃતિથી બચાવ થાય છે અને કર્મબંધનથી મૂક્તિ મળતાં, મોક્ષમાર્ગ ખૂલ્લો થાય છે.યાદ રહે, નવદંપતિએ મધુરજનીના દિવસો દરમિયાન જેટલો સમય સાથે વિતાવ્યો હતો, તેની યાદગાર, પ્રેમભરી ક્ષણોની ચર્ચા અને આનંદ એજ, સહજીવનની શરુઆત કરવાનો આધાર હોય તે જરુરી છે. શક્ય છે,આવી પ્રેમાળ અને લાગણીને ઉત્તેજીત કરનારી વાતો વાગોળતાંજ, તમારું ઘણું બધું કાર્ય સરળ થઈ જાય..!! પોતાના જ કુટુંબમાં, ઘણાં વડીલોએ, સફળ લગ્નજીવનની રજતજયંતી કે ગોલ્ડનજયંતી ઊજવી હશે, જેઓ ખરા દિલથી ઈચ્છતા હશે કે, તમો પણ એક સાથે, સંવાદિતાથી, લાંબું, સુખમય,શાંતિમય,લગ્નજીવન પસાર કરો. આપના સહજીવનને મજબૂત કરવા માટે,પતિ- પત્ની, બંને એક સાથે, કોઈપણ સ્વાર્થ વગર,આ પ્રકારની મદદ કરવામાં આનંદ થતો હોય તેવા વડીલોને,વારંવાર મળવાનું રાખો. જેમાં આ વડીલોએ તેમના જીવનમાં આવેલા આ પ્રકારના મનદુઃખને, કેવીરીતે ટાળ્યું હતું ? તે બાબત શરમ રાખ્યા વગર તેઓને જરૂર પૂછો. નારાજ જીવનસાથીના નિકટના વ્યક્તિઓ પાસે,તેનો વાંક- ભૂલ કાઢવાને બદલે, હકારાત્મક વિચારોને વહેતા મૂકો, યાદ રહે આમ કરવાથી, નારાજ જીવનસાથીની નિકટ રહેતાં, તમામ સ્વજન આ સંકેતને, જાણે અજાણે નારાજ જીવનસાથીના મનમાં ઠસાવશે અને તમારું કાર્ય સરળ થશે. ધીરજ ગુમાવશો નહી. અનેક દિવસોની નાની નાની આઘાતજનક ઘટનાઓનો ગુણાકાર થયા બાદ, એકમેક માટે મોટા મનદુઃખનાં બીજ રોપાય છે.તમારી લાગણી ઘવાઈ હશે તો, સામા પાત્રની લાગણી પણ એટલી જ ઘવાઈ હશે,તેથી ધીરજ સાથે સમજદારી દાખવો

    Read more
    લગ્ન-નોંધણી
    લગ્ન-નોંધણી

    લગ્ન-નોંધણી લગ્ન-નોંધણી કાયદાકીય રીતે જેટલી જરૂરી છે તેટલી જ સરળ પણ છે.લગ્ન બાદ કન્યાના નવા નામે બેન...

    લગ્ન-નોંધણી

    લગ્ન-નોંધણી લગ્ન-નોંધણી કાયદાકીય રીતે જેટલી જરૂરી છે તેટલી જ સરળ પણ છે.લગ્ન બાદ કન્યાના નવા નામે બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં, જૂના એકાઉન્ટમાં નામમાં ફેરફાર કરાવવામાં, રેશન કાર્ડમાંથી નામ રદ કરીને પતિના રેશનકાર્ડમાં નામ ઉમેરવામાં, વિ. ઘણી જગ્યાઓએ તેમજ નોમિનેશન, પાસપોર્ટ, વિ. માટે લગ્ન-નોંધણી પ્રમાણપત્ર એ ખૂબ જ આવશ્યક અને અનિવાર્ય દસ્તાવેજ છે.તે કઢાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. બહુ ખર્ચાળ પણ નથી. ફક્ત જરૂરી દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક એકત્રિત કરવાના છે અને થોડો સમય સ્પેર કરવાનો છે. નોંધણી ક્યાં કરાવવી ???1. ગ્રામ્ય વિસ્તાર તલાટી-કમ-મંત્રી2. નગર વિસ્તાર મ્યુ. ચીફ ઓફીસર અથવા આરોગ્ય અધિકારી3. કોર્પોરેશન વિસ્તાર આરોગ્ય અધિકારી4. અન્ય વિસ્તારમાં ફોરેસ્ટર, ચીફ એક્ઝિક્યૂટિવ ઓફીસર વિ.ને પણ લગ્ન-નોંધણી પ્રમાણપત્ર આફવાની સત્તા અપાયેલી છે. જરૂરી દસ્તાવેજો ???1. લગ્ન નોંધણીનં ફોર્મ (વિનામૂલ્યે મળી રહે અથવા ઓનલાઈન પણ કાઢી શકાય)2. પતિ, પત્ની બન્નેના (અ) જન્મતારીખના પ્રમાણપત્ર (લીવીંગ સર્ટી., પાસપોર્ટ, વિ.) (બ) એડ્રેસ પ્રૂફ (ક) ફોટો આઈ.ડી. (ડ) ફોટોગ્રાફ 2-23. બન્ને પિતાશ્રીના, ગોર મહારાજના તથા 2-2 સાક્ષીઓના (અ) એડ્રેસ પ્રૂફ (બ) ફોટો પ્રૂફ (પિતાશ્રી કે ગોરમહારાજની હયાતી ન હોય તો તેમના અવસાનનો દાખલો)4. અસલ કંકોત્રી5. લગ્નના ફોટોગ્રાફ6. અગાઉ છૂટાછેડા કે વિધવા/વિધૂર હોય તો તેના પુરાવા. ફી શું હોય ???1. રૂ।. 5/- લગ્નના 30 દિવસ સુધી2. રૂ।. 15/- લગ્નના 30 દિવસથી 90 દિવસ સુધી3. રૂ।. 25/- ત્યારબાદ.(સરકારી ધારાધોરણોનુસાર ઉપરોક્ત તમામ વિગતોમાં સમયાંતરે ફેરફાર આવી શકે છે.)

    Read more
    Shraddh
    Shraddh

    શ્રાદ્ધ શું છે?શ્રાદ્ધ એ **પૂર્વજો (પિતૃઓ)**ની આત્માની શાંતિ માટે કરવામાં આવતો ધાર્મિક ક્રમ છે.માન્ય...

    Shraddh

    શ્રાદ્ધ શું છે?શ્રાદ્ધ એ **પૂર્વજો (પિતૃઓ)**ની આત્માની શાંતિ માટે કરવામાં આવતો ધાર્મિક ક્રમ છે.માન્યતા છે કે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારને આશીર્વાદ મળે છે.ગુજરાતમાં શ્રાદ્ધનો સમાજમાં અર્થપરિવારની પરંપરા અને સંસ્કાર દર્શાવે છેપૂર્વજ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત થાય છેસમાજમાં તેને ધાર્મિક ફરજ તરીકે જોવામાં આવે છેખાસ કરીને ભાદરવા માસની પિતૃ પક્ષ દરમ્યાન વધારે પ્રમાણમાં કરવામાં આવે છેગુજરાતમાં શ્રાદ્ધ કેવી રીતે કરવામાં આવે છે?સામાન્ય રીતે આ રીતે કરવામાં આવે છે:તારીખ/તિથિ નક્કી કરવીબ્રાહ્મણ અથવા પંડિત બોલાવવોપિંડદાન અને તર્પણભોજન દાનદાન-પુણ્યખાસ નોંધગુજરાતમાં ઘણા પરિવારો સરળ રીતે ઘરે જ શ્રાદ્ધ કરે છેકેટલાક લોકો મંદિર કે ગંગાસાગર/નદી કિનારે પણ કરે છેઆજકાલ ઘણા લોકો દાન અને સેવાને પણ શ્રાદ્ધનો ભાગ માને છે ૧) ઘરે કરવાનું સરળ શ્રાદ્ધ વિધાન(પરંપરાગત પણ સરળ રીત)જરૂરી વસ્તુઓપાણી (તામ્ર પાત્ર હોય તો સારું)તલ (કાળા તલ)ચોખાફૂલદીવો અને અગરબત્તીસાદું ભોજન (દાળ-ભાત/રોટલી-શાક)રીતસવારમાં સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરોઘરમાં પૂર્વજોની યાદમાં દીવો પ્રગટાવોતાંબાના પાત્રમાં પાણી, તલ અને ચોખા નાખોપૂર્વજનું નામ લઈ કહો:“અમારા પિતૃઓને આ તર્પણ સ્વીકાર થાય”પાણી જમીન પર અથવા તુલસી પાસે અર્પણ કરોસાદું ભોજન બનાવી પહેલું ભાગ ભગવાન/પિતૃને અર્પણ કરોપછી પરિવાર ભોજન કરેશક્ય હોય તો ગરીબ અથવા પ્રાણી (ગાય/કૂતરો/પક્ષી)ને અન્ન આપો ૨) બ્રાહ્મણ વિના શ્રાદ્ધ કેવી રીતે કરવું(આજકાલ ઘણા લોકો આ રીતે કરે છે)શ્રદ્ધા સૌથી મહત્વની છે, બ્રાહ્મણ અનિવાર્ય નથીતમે પોતે જ પિતૃનું સ્મરણ કરીને કરી શકો છોસરળ રીતદીવો પ્રગટાવી પૂર્વજની તસવીર સામે બેસોમનમાં અથવા બોલીને પૂર્વજનું નામ લોપાણી + તલથી તર્પણ આપોદાન કરો (અન્ન, કપડા, પુસ્તકો, સેવા)“પૂર્વજો ખુશ રહે, અમને આશીર્વાદ આપે” એવી પ્રાર્થના કરો માન્યતા છે કે ભાવ અને શ્રદ્ધા હોય તો શ્રાદ્ધ પૂર્ણ થાય છે. ૩) પિતૃ પક્ષનું મહત્વ શું છે?પિતૃ પક્ષ = ભાદરવા માસના ૧૫ દિવસમહત્વઆ દિવસોમાં પિતૃઓ પૃથ્વી પર આવે છે એવી માન્યતા.તેમને યાદ કરીને શ્રાદ્ધ કરવું સૌથી શુભ માનવામાં આવે છે. પરિવારના દુઃખ-ક્લેશ ઓછા થાય એવી માન્યતા. પૂર્વજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સમય.

    Read more
    Vastu Pooja
    Vastu Pooja

    વાસ્તુ પૂજા શું છે ?વાસ્તુ પૂજા એ ઘર, દુકાન, ઓફિસ અથવા બિલ્ડિંગ બાંધકામ શરૂ કરતા પહેલા અથવા નવા મકાન...

    Vastu Pooja

    વાસ્તુ પૂજા શું છે ?વાસ્તુ પૂજા એ ઘર, દુકાન, ઓફિસ અથવા બિલ્ડિંગ બાંધકામ શરૂ કરતા પહેલા અથવા નવા મકાનમાં પ્રવેશ કરતા પહેલાં કરવામાં આવતી ધાર્મિક વિધિ છે. તેમાં વાસ્તુ દેવતા, પૃથ્વી માતા, નવગ્રહ, અને ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવે છે. ગુજરાતમાં વાસ્તુ પૂજા ક્યારે કરાય છે?1. બાંધકામ શરૂ કરતા પહેલાપાયો નાખતા પહેલાંજમીન ખરીદી પછી2. ગૃહ પ્રવેશ પહેલાંનવા મકાનમાં રહેવા જવા પહેલાં3. શુભ દિવસોગુજરાતમાં સામાન્ય રીતે નીચેના દિવસો શુભ માનવામાં આવે છે:અક્ષય તૃતીયાવસંત પંચમીદિવાળી પછીના શુભ દિવસોઉત્તરાયણ પછીગુરુવાર, સોમવાર (પંડિત મુજબ) શ્રાદ્ધ, અઘોરી દિવસો, ગ્રહણ, અમાસના દિવસે વાસ્તુ પૂજા કરાતી નથી. વાસ્તુ પૂજા કેમ કરવામાં આવે છે?ઘરમાં સકારાત્મક ઊર્જા આવેપરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળેબાંધકામમાં આવતી વાસ્તુ દોષ દૂર થાયરોગ, તકલીફ અને કલહ ઓછા થાયઘર લાંબા સમય સુધી ટકે અને શુભ રહે વાસ્તુ પૂજાની મુખ્ય વિધિ (ક્રમ મુજબ)1. સ્થળ શુદ્ધિકરણગંગાજળ અથવા પાણી છાંટીને જગ્યા પવિત્ર કરવામાં આવે છે2. ગણપતિ પૂજનકોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણેશ પૂજનથી થાય છે3. વાસ્તુ દેવતા પૂજનવાસ્તુ પુરુષને આમંત્રિત કરી પ્રાર્થના કરવામાં આવે છે4. નવગ્રહ પૂજાનવ ગ્રહોની કૃપા માટે પૂજન5. કલશ સ્થાપનાપાણી ભરેલો કલશ સ્થાપી દેવતાનું આહ્વાન6. હવન / હોમઅગ્નિમાં આહુતિ આપીને નકારાત્મકતા દૂર કરવામાં આવે છે7. આરતી અને પ્રસાદઅંતે આરતી કરીને પ્રસાદ વહેંચવામાં આવે છે વાસ્તુ પૂજા માટે જરૂરી સામગ્રીની સૂચિ પૂજન સામગ્રીકલશ (તાંબાનો કે પીતળનો)નાળિયેરકેરી અથવા અશોકના પાનગંગાજળકુમકુમહળદરચોખા (અક્ષત)ફૂલ અને ફૂલમાળાદીવો અને કપાસની વાટધૂપ-અગરબત્તીપંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ) હવન સામગ્રીહવન કુંડલાકડાંઘીહવન સમીધાનવધાન્યતલગુગળ નૈવેદ્યમીઠાઈફળપાણ દરેક વસ્તુનું મહત્વ (વિસ્તારથી) નાળિયેરશુદ્ધતા અને પૂર્ણતાનું પ્રતીકઅહંકાર ત્યાગનું સંકેત દીવોઅજ્ઞાનથી જ્ઞાન તરફઅંધકાર દૂર કરે ચોખા (અક્ષત)સમૃદ્ધિ અને અખંડ સુખ ગંગાજળપવિત્રતા અને દોષ નાશ હવનવાતાવરણ શુદ્ધ કરેનકારાત્મક ઊર્જા દૂર કરે પાન (કેરી/અશોક)પ્રકૃતિ અને જીવન શક્તિ કલશસમૃદ્ધિ, ઐશ્વર્ય અને દેવી શક્તિ વાસ્તુ પૂજાનું આધ્યાત્મિક મહત્વહિંદુ માન્યતા મુજબ પૃથ્વી પર વાસ્તુ પુરુષ વસે છે. બાંધકામથી તેમને તકલીફ ન થાય અને તેમની કૃપા રહે તે માટે આ પૂજા કરવામાં આવે છે.

    Read more
    Education
    Education

    બાળક માટે શિક્ષણનું મહત્વ પ્રસ્તાવનાશિક્ષણ માનવ જીવનનું મજબૂત આધારસ્તંભ છે. બાળક જ્યારે જન્મે છે ત્ય...

    Education

    બાળક માટે શિક્ષણનું મહત્વ પ્રસ્તાવનાશિક્ષણ માનવ જીવનનું મજબૂત આધારસ્તંભ છે. બાળક જ્યારે જન્મે છે ત્યારે તેને કંઈ ખબર નથી હોતી, પરંતુ શિક્ષણ તેને વિચારવાની શક્તિ આપે છે. શિક્ષણ વગર બાળક અંધકારમાં જીવતો હોય છે, જ્યારે શિક્ષણ તેના જીવનમાં પ્રકાશ ફેલાવે છે. બાળકના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે. શિક્ષણનો સાચો અર્થશિક્ષણનો અર્થ માત્ર પુસ્તક વાંચવું કે પરીક્ષા પાસ કરવી નથી. શિક્ષણ એટલે જીવન જીવવાની સમજ મેળવવી. શિક્ષણ માણસને સાચું-ખોટું ઓળખવા, નિર્ણય લેવા અને સમાજમાં યોગ્ય રીતે જીવવા શીખવે છે. બાળક માટે શિક્ષણ કેમ જરૂરી છે? બુદ્ધિ વિકાસ માટેશિક્ષણથી બાળકનું મગજ વિકસે છે. તે વિચારીને જવાબ આપવાનું શીખે છે. ગણિત, વિજ્ઞાન અને ભાષા જેવા વિષયો બાળકની વિચારશક્તિ વધારે છે.સારા સંસ્કાર અને શિસ્તશાળામાં બાળકને શિસ્ત, સમયપાલન, આદર, સહકાર અને ટીમવર્ક શીખવવામાં આવે છે. આ ગુણો બાળકને સારો માણસ બનાવે છે.આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસશિક્ષણથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે. તે પોતાનું મત રજૂ કરી શકે છે, પ્રશ્ન પૂછે છે અને નવા વિચારો રજૂ કરે છે. શિક્ષિત બાળકનું વ્યક્તિત્વ મજબૂત બને છે.ભવિષ્યના સ્વપ્નો સાકાર કરવાશિક્ષણ બાળકને પોતાના સપના પૂર્ણ કરવાની દિશા આપે છે. શિક્ષણ દ્વારા બાળક ડોક્ટર, શિક્ષક, ઇજનેર, વૈજ્ઞાનિક કે કલાકાર બની શકે છે.સ્વાવલંબન માટેશિક્ષણ બાળકને પોતાનાં પગ પર ઊભા રહેવાની શક્તિ આપે છે. તે કોઈ પર આધારિત ન રહે અને પોતાનું જીવન સ્વયં સંભાળી શકે. શિક્ષણના વિવિધ પ્રકાર શૈક્ષણિક શિક્ષણવાંચન, લેખન, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ વગેરે વિષયોથી જ્ઞાન મળે છે.નૈતિક શિક્ષણસત્ય, ઈમાનદારી, દયા, પ્રેમ, સહાનુભૂતિ અને દેશપ્રેમ જેવા મૂલ્યોનું જ્ઞાન મળે છે.શારીરિક શિક્ષણરમતગમત અને વ્યાયામથી બાળક તંદુરસ્ત રહે છે. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન વસે છે.શિક્ષણ અને સમાજશિક્ષિત બાળક આગળ જઈને સારો નાગરિક બને છે. શિક્ષણથી અંધશ્રદ્ધા, ગરીબી અને ગુનાખોરી ઘટે છે. શિક્ષિત લોકો દેશના વિકાસમાં મોટો ફાળો આપે છે.શિક્ષણ વગરનું જીવનશિક્ષણ વગર માણસ અજ્ઞાનમાં રહે છે. તે સાચા અને ખોટા માર્ગમાં ભેદ કરી શકતો નથી. આવું જીવન સંઘર્ષથી ભરેલું હોય છે. માતા-પિતાની ભૂમિકામાતા-પિતા બાળકના પ્રથમ ગુરુ છે. તેમણે બાળકને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવું જોઈએ, સમય આપવો જોઈએ અને શિક્ષણનું મહત્વ સમજાવવું જોઈએ. ઉપસંહારશિક્ષણ એ બાળક માટે અમૂલ્ય ભેટ છે. તે બાળકને સારા સંસ્કાર આપે છે, ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે અને સમાજને મજબૂત બનાવે છે. તેથી દરેક બાળકને શિક્ષણ મળવું જોઈએ.“શિક્ષણ એ એવી દીવો છે, જે આખું જીવન પ્રકાશિત કરે છે.”

    Read more
    Child Care
    Child Care

    બાળકની જન્મ પછીની કાળજી અને સંભાળ 1. તાત્કાલિક કાળજી (જન્મ પછી પહેલા કલાકોમાં)શ્વાસ અને તાપમાન: બાળક...

    Child Care

    બાળકની જન્મ પછીની કાળજી અને સંભાળ 1. તાત્કાલિક કાળજી (જન્મ પછી પહેલા કલાકોમાં)શ્વાસ અને તાપમાન: બાળકનો શ્વાસ નિયમિત છે કે નહીં તે તપાસો. બાળકને ગરમ રાખો, ઉદાહરણ તરીકે माँની છાતી પર લટકાવીને ‘skin-to-skin’ contact કરવું.નમ અને સ્વચ્છ: કપૂર અથવા સાફ કોટન કાપડથી નાજુક ચહેરો અને શરીર સાફ કરવું.નાવરડું/ડાયપર: બાળકની નાવરડું ચેક કરવું અને જરૂર પડે તો બદલવું.2. ન્યૂટ્રિશન (ખોરાક)માતૃસ્તન દૂધ: શક્ય હોય તો માતાનું દૂધ તરત શરૂ કરવું (વધુમાં પહેલા 1 કલાકમાં).ફીડિંગ શેડ્યૂલ: નવું જન્મેલા બાળકને 2-3 કલાકના અંતરે ખવડાવવું, દૂધ પીવાનું ચેક કરવું.સાઇડિંગ અને પોઝિશન: બાળકને છાતી પર યોગ્ય રીતે પોઝિશન કરવું જેથી તે સરળતાથી ખાઈ શકે.3. હાઈજિન (સ્વચ્છતા)નાવરડું બદલવું: પ્યૂટર અને પેશાબ ચેક કરીને દર 2-3 કલાકે ડાયપર બદલવું.સ્નાન: પ્રથમ 2-3 દિવસ સુધી સાફ સૂકી ગરમ કપડાની સ્પાંજથી સફાઈ કરો; પહેલા નાનું પૂરૂં બાથ જરૂરી નથી.નખ, વાળ અને કાન: નાના નખ કટરથી નખ કાપો, વાળ નિયમિત સાફ રાખો.4. આરોગ્ય ચેકતાપમાન: શરીરનું તાપમાન નિયમિત ચેક કરો (37°C આસપાસ).વજન: બાળકોનું વજન પ્રારંભિક દિવસોમાં અને પછી નિયમિત રીતે ચેક કરવું.ટીકાકરણ: બાળકની એમ્યુનાઇઝેશન શેડ્યૂલ અનુસાર ટીકા લેવા લઇ જવું.5. આરામ અને ઊંઘઉંઘ માટે સુરક્ષિત જગ્યા: બાળક માટે ફર્મ, સપાટ બેડ, ચાદર/કમ્બલ સાથે.નિંદ્રા રૂટીન: 2-4 કલાકનાં અંતરે ઊંઘ, ખોરાક, અને ચીજોની તપાસ.6. માનસિક કાળજીલવ અને કોન્ટેક્ટ: બાળકને મુસ્કાન, સ્પર્શ, અવાજ દ્વારા પ્રેમ દર્શાવો.માતા-પિતા આરામ: માતા માટે પૂરતો આરામ અને પોષણ જરૂરી, જેથી દૂધ પૂરું પડે.7. ચેતવણીના લક્ષણોતાવ, અતિકમ આંખો/ચામડી પીળી થવી, ખોરાક ન લેવી, ઊંઘમાં અસામાન્યતા → તુરંત ડોક્ટરનો સંપર્ક કરો.

    Read more
    Child Birth
    Child Birth

    જન્મ સમયેઈસમાઈ એટલે રોગોથી બચાવવા માટે બાળકને આપવામાં આવતી પ્રથમ રસી.નવજાત બાળકના શરીરમાં રોગપ્રતિકા...

    Child Birth

    જન્મ સમયેઈસમાઈ એટલે રોગોથી બચાવવા માટે બાળકને આપવામાં આવતી પ્રથમ રસી.નવજાત બાળકના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે.BCG રસી: જન્મ પછી તરત, રોગ – ક્ષય (Tuberculosis).OPV 0 (Oral Polio Vaccine): જન્મ પછી તરત, રોગ – પોલિયો.Hepatitis B (જન્મ રસી, HepB0): જન્મ પછી તરત, રોગ – હેપેટાઇટિસ B.રસી બાદ હળવો લાલચટા, ફૂલવું અથવા થોડીવાર તાવ આવવો સામાન્ય છે.રસી સમયસર અને ડૉક્ટર સલાહ મુજબ જ આપવી.આ રસી બાળકને જન્મના પહેલા દિવસથી રોગોથી સુરક્ષા આપે છે. ૧) બાળકના જન્મ સમયે (પહેલા ૨૪ કલાક)બાળક માટેતાત્કાલિક શ્વાસ અને રડવુંબાળક રડે છે કે નહીં તે જોવું (આથી શ્વાસ યોગ્ય છે તે સમજાય).ગરમી જાળવવીબાળકને સુકું કપડું પહેરાવવુંમાથું ઢાંકી રાખવુંનાળ (નાભી) ની સંભાળનાળ સુકી અને સ્વચ્છ રાખવીકોઈ પાવડર, તેલ કે દવા ન લગાવવીમાતાનું પહેલું દૂધ (કોલોસ્ટ્રમ)જન્મ પછી ૧ કલાકમાં સ્તનપાન શરૂ કરાવવુંઆ દૂધ બાળક માટે બહુ જરૂરી છેબહારનું કંઈ ન આપવુંપાણી, મધ, ઘૂટી વગેરે ન આપવુંમાતા માટેમાતાને આરામરક્તસ્રાવ પર ધ્યાનપાણી અને પૌષ્ટિક આહાર ૨) જન્મ પછીના પ્રથમ ૭ દિવસ (નવજાત સમય)બાળક માટેમાત્ર સ્તનપાનદિવસમાં ૮–૧૨ વખતસાફ સફાઈહાથ ધોઈને બાળકને સ્પર્શ કરવોનહલાવવુંપ્રથમ ૨–૩ દિવસ નહલાવવું નહીંત્યારબાદ ગરમ પાણીથી હળવેથીનાભી પડ્યા સુધી ધ્યાનસામાન્ય રીતે ૫–૧૦ દિવસમાં પડેજોખમી લક્ષણો પર નજરવધારે રડવુંદૂધ ન પીવુંતાવ / ઠંડકશ્વાસ ઝડપથી લેવોઆમાંનું કંઈ દેખાય તો તરત ડૉક્ટરને બતાવવું ૩) જન્મ પછી ૧ મહિનો???? બાળક માટેવજન વધતું હોય તે જોવુંરસીકરણજન્મ સમયે અને ૬ અઠવાડિયે મળતા રસીસૂર્યપ્રકાશસવારે હળવો ધૂપ (થોડા મિનિટ)બાળક સાથે વાત કરવીઅવાજ, સ્પર્શ બાળકના વિકાસ માટે જરૂરી ૪) ૧ થી ૬ મહિનાબાળક માટેમાત્ર માતાનું દૂધકોઈ પાણી કે ખોરાક નહીંરસીકરણ સમયસરસ્વચ્છ વાતાવરણરડવાનું કારણ સમજવુંભૂખ, ભીનાશ, દુખાવો ૫) ૬ મહિના પછીબાળક માટેઉપરનું ખોરાક શરૂપાતળી દાળ, ખીચડી, મસળેલું ફળસ્તનપાન ચાલુ રાખવુંબેસવું, સરકવું, ચાલવાની શરૂઆતસુરક્ષાનું ધ્યાનરસીકરણ ચાલુ મહત્વપૂર્ણ સૂચનાઓબાળકને ધુમાડો, ધૂળથી દૂર રાખવોકોઈ ઘરેલુ નુસખા વગર ડૉક્ટરની સલાહબાળક માટે પ્રેમ, સ્પર્શ અને સમય બહુ જરૂરી છે જો તમને જોઈએ તો હું આ વિષય પર:માતા માટેની સંભાળરસીકરણનું ચાર્ટઘરે શું કરવું અને શું ન કરવુંઅલગથી પણ સમજાવી શકું છું.1,2,3બરાબર હું હવે ક્રમસર ૧, ૨ અને ૩ મુદ્દાને વિસ્તારથી અને સ્પષ્ટ રીતે સમજાવું છું. ૧) બાળકના જન્મ સમયે (જન્મથી પહેલા ૨૪ કલાક)બાળક માટે ધ્યાનમાં રાખવાની બાબતોશ્વાસ અને રડવુંબાળક જન્મ પછી તરત રડવું જોઈએરડવાથી ખબર પડે કે શ્વાસ યોગ્ય છેગરમી જાળવવીબાળકને તરત સુકું કપડું પહેરાવવુંમાથું ઢાંકી રાખવુંઠંડી હવા ન લાગવા દેવીનાળ (નાભી)ની સંભાળનાળ સુકી અને સાફ રાખવીકોઈ તેલ, પાવડર કે દવા ન લગાવવીગંદા હાથથી ન સ્પર્શ કરવોપહેલું દૂધ (કોલોસ્ટ્રમ)જન્મ પછી ૧ કલાકમાં સ્તનપાન શરૂ કરાવવુંઆ દૂધ રોગપ્રતિકારક શક્તિ આપે છેઆ દૂધ ફેંકવું નહીંબહારનું કશું ન આપવુંપાણી, મધ, ઘૂટી, ખાંડ ન આપવીમાતા માટેઆરામ કરવોલોહી વધારે વહે તો ડૉક્ટરને બતાવવુંગરમ અને પૌષ્ટિક ખોરાક લેવો ૨) જન્મ પછીના પ્રથમ ૭ દિવસ (નવજાત સમય)બાળક માટેમાત્ર માતાનું દૂધદિવસમાં ૮–૧૨ વખતબાળક જેટલું માંગે એટલુંસ્વચ્છતાબાળકને હાથ લગાવતા પહેલાં હાથ ધોવાકપડા સાફ રાખવાનહલાવવુંપ્રથમ ૨–૩ દિવસ નહલાવવું નહીંત્યારબાદ ગરમ પાણીથી હળવેથીનાભી પડ્યા સુધી ધ્યાનસામાન્ય રીતે ૫–૧૦ દિવસમાં પડેલોહી, પીળો પ્રવાહ કે ગંધ આવે તો ડૉક્ટરને બતાવવુંજોખમી લક્ષણોદૂધ ન પીવુંખૂબ રડવું અથવા ખૂબ સુસ્ત રહેવુંતાવ અથવા ઠંડું શરીરશ્વાસ ઝડપથી લેવોઆમાંનું કંઈ પણ દેખાય તો તરત દવાખાને લઈ જવું ૩) જન્મ પછી ૧ મહિનોબાળક માટેવજન અને વૃદ્ધિબાળકનું વજન ધીમે ધીમે વધતું હોવું જોઈએરસીકરણજન્મ સમયે મળેલી રસી પછી૬ અઠવાડિયે રસી માટે તૈયાર રહેવુંસૂર્યપ્રકાશસવારે હળવો ધૂપ ૫–૧૦ મિનિટહાડકાં મજબૂત થાયબાળક સાથે વાત અને સ્પર્શવાત કરવી, હળવો સ્પર્શઆથી માનસિક વિકાસ થાયમાત્ર સ્તનપાન ચાલુકોઈ બહારનું ખોરાક કે પાણી નહીં ૪) જન્મ પછી ૧ થી ૬ મહિના બાળક માટે મહત્વપૂર્ણ બાબતોમાત્ર માતાનું દૂધ૬ મહિના સુધી માત્ર સ્તનપાનપાણી, રસ કે ઘઉંનું ખોરાક ન આપવુંરસીકરણ સમયસરનબળી અથવા તૂટી ગયેલી રસી ન દેવીડૉક્ટર દ્વારા આપવામાં આવેલા શિડ્યૂલ પ્રમાણે રસી કરાવવીસ્વચ્છ વાતાવરણબાળકના આરોગ્ય માટે કક્ષાનું ધ્યાન રાખવુંકપડા, બાળકનો બેડ, રમકડાં સ્વચ્છ રાખવુંરડવાનું કારણ સમજવુંભૂખ, ભીનાશ, દુખાવો, ગેસરડવાથી બાળકે કશું નહિ કહે, તો ધ્યાન રાખવુંશારીરિક વિકાસબેસવા, મુથ ભુંકાવવું, હાથ પોઈ હાથ ફેરવવુંગંભીર કોઈ સમસ્યા લાગે તો ડૉક્ટરને બતાવવી ૫) જન્મ પછી ૬ મહિના પછી બાળક માટે મહત્વપૂર્ણ બાબતો ઉપરનું ખોરાક શરૂપાતળી દાળ, ખીચડી, મસળેલું ફળહળવો મસાલેદાર ખોરાક શરૂઆત માટે યોગ્યરોજ નવા ખોરાક એકસાથે ન આપવોસ્તનપાન ચાલુ રાખવુંબાળકો માટે માતાનું દૂધ હજુ પણ મહત્વપૂર્ણવધારાનું ખોરાક સાથે સંયોજન કરવુંશારીરિક વિકાસબેસવું, લટકવું, સરકવું, થોડી દોડસુરક્ષા ધ્યાનમાં રાખવીરસીકરણ ચાલુ રાખવુંરસીનું સંપૂર્ણ શિડ્યૂલ અનુસારપેટના રોગ, શિશુ રોગો સામે સુરક્ષાબાળકની વાતચીત અને અભ્યાસસાથે વાત કરવી, ગીત ગાવું, સ્પર્શઆથી માનસિક વિકાસ થાય

    Read more

    Prasang Planner

    prasangplanner.com is an humble but sound effort for managing your event by yourself; that too beautifully, effectively and economically. Here you will find great tips, techniques and exclusive guideline for managing, organizing and enjoying any of your events.

    Quick Links

    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Condition

    Contact Us

    • C L O U D
    • 919408546446
    • info@prasangplanner.com

    Copyright © 2017 Prasang Planner. All Rights Reserved.